અંકલેશ્વર પંથકમાં શિયાળાનું આગમન
વહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાયું
ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી
વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી
લોકોએ ઠંડુગાર વાતાવરણની માણી મજા
આજે અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચૌતરફ ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ચોમાસી તેના અંતિમ ચરણમાં છે ,ત્યારે ધીમી ધારે શિયાળાનું આગમન થઈ રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે॰આજે અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે ચોતરફ ભારે ધુમ્મસ છવાઈ જવા પામ્યુ હતુ. ભારે ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.વાતાવરણ સાવ ધૂંધળું બની જતા મોડે સુધી વાહન ચાલકોને રસ્તા પર લાઈટો ચાલુ રાખીને નીકળવુ પડ્યુ હતુ.ધુમ્મસના કારણે વાતાવરણ તો આહલાદક બન્યુ હતુ. ભારે ધુમ્મસના કારણે ઠંડુગાર વાતાવરણ બની જતા લોકોએ ખુશનુમા વાતાવરણની મજા માણી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર