આદિવાસી સમાજના આગેવાનોને અટકાવ્યા
ધરણા પર બેસેલા 8 કાર્યકરોને ને ડિટેન કરાયા
રસ્તા બ્લોક કરતા આદિવાસીઓ રોષે ભરાયા
રાજપીપલા આદિવાસી સમાજના આગેવાનોને કેવડિયા જતા પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો અને ધરણા પર બેસેલા 8 કાર્યકરોનેને ડિટેન કરાતા આદિવાસીઓ રોષે ભરાયા હતાં.
આદિવાસીઓને અસર કરતા મુદ્દાઓમાં ૮ કિ.મી.નો જમીન ખરીદીનો કાયદો ફરીથી પ્રસ્થાપિત કરો, આદિવાસી વિસ્તારની સિવિલ હોસ્પિટલોનું ખાનગીકરણ બંધ કરો., યુ.સી.સી જેવા સમાજને વિભાજીત કરતા કાયદાઓ બનાવવાના બંધ કરો.,મણિપુરની ઘટના જમીનો, કુદરતી સંસાધનો લૂંટવા માટે બને છે,તેવું આદિવાસીઓ માને છે.તેથી તેવા સંજોગો ઉભા ન થાય તે જોવું.,નેશનલ હાઈવે ૫૬ માટે જમીન મેળવવા બળજબરી બંધ કરો, વન અધિનિયમ કાયદો રદ કરો,પાર-તાપી રિવર લીંક યોજના બંધ કરો, વેદાંતા જેવા ઝેરી પ્રોજેક્ટો આદિવાસી વિસ્તાર એટલે કે શિડયુઅલ
૫ ના વિસ્તારમાં ન કરવા જેવા મુદ્દે આદિવાસીઓ માંગ કરી રહ્યાં છે.
જયારે 8 જેટલાં આદિવાસી ભાઈ બહેનોને પોલીસે ધરણા સ્થળેથી ડીટેન કરી રાજપીપલા લવાયા હતાં. જેમાં વિપક્ષ નેતા દક્ષા તડવી, વિનોદ તડવી, પ્રમુખ લલ્લુ ભીલ, ગણપત તડવી, ઉસ્મન ચાચા વગેરેને પોલીસે ડિટેન કરી રાજપીપલા લાવ્યા હતાં.હાલ કેવડિયા ખાતે પોલીસ ખડકી દેવાઈ છે. આ મામલે આદિવાસીઓમાં રોષની લાગણી જન્મી છે.
વિડીયો જરર્નલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા