Satya Tv News

YouTube player

જુના સક્કરપોરના ગામમાંથી મળી આવ્યો દારૂ
બુટલેગરે ઘરની પાછળ સંતાડેલ હતો દારૂ
બાતમીના આધારે પોલીસે પાડ્યા દરોડા
25 હજારનો દારૂ અને 2 લાખની ગાડી મળી
કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી 

અંક્લેશ્વરના જુના સક્કરપોર ગામના તાડ ફળીયામાંથી વૈભવી ગાડીમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો મળી ભરુચ એલસીબીએ 2.25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર અટકાવવા અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સૂચનાને આધારે એલસીબીના પી.આઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.કે.ટોરાણી સહિત સ્ટાફ અંક્લેશ્વર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે ,જુના સરપોર ગામના તાડ ફળીયા ખાતે રહેતો બુટલેગર કુંદન રમણ વસાવાએ એક્ષ.યુ.વી ફોર વ્હીલ ગાડી નંબર-જી.જે.16.બી.બી.5742માં વિદેશી દારૂનો જથ્થો લઈ આવી ઘરના પાછળના ભાગે સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની 250 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 25 હજારનો દારૂ અને 2 લાખની ગાડી મળી કુલ 2.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે આકાશ પાટીલ સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: