લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી દ્વારા આયોજન
અંકલેશ્વર પા.ના ઉપક્રમે સફાઈ અભિયાન હાથ ધરાયુ
જાહેર માર્ગ પર કચરો નહીં ફેંકવા વિદ્યાર્થીઓની અપીલ
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
તા. 2જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છ ભારત રૂપમાં સર્વશ્રેષ્ઠ શ્રદ્ધાંજલી આપવા હેતુ ઠેર ઠેર સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓ પણ હાથમાં ઝાડુ પકડી સફાઈ અભિયાનના સહભાગી બન્યા હતા.
ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી અને અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક જાહેર માર્ગ ઉપર પડેલો કચરો તેમજ પ્લાસ્ટિકને એકત્ર કરી લોકોને જાહેર માર્ગ ઉપર કચરો નહીં ફેંકવા અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના પ્રોફેસર નિધિ ચૌહાણ, અંકલેશ્વર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેષ પટેલ, વિવિધ વોર્ડના નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર