SOU ખાતે આયુર્વેદિક વેલનેસ સેન્ટર રિલોન્ચ
આયુર્વેદ વેલનેસ સેન્ટરનું પુનઃ ઉદ્ઘાટન કરાયું
એકતા નગરમાં પ્રાકૃતિક ઉપચારનો માણો અનુભવ
હર્બલ ઉપચારથી રોગનિવારક શક્તિનો અનુભવ
એકતા નગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આરોગ્ય વન આયુર્વેદિક વેલનેસ સેન્ટર રિલોન્ચ કરવામાં આવી રહ્યું છે.
ગુજરાત વન વિભાગના સહયોગથી, અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા દ્વારા નિયામક, પ્રોફેસર ડૉ. તનુજા મનોજ નેસારીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આયુર્વેદ વેલનેસ સેન્ટરનું પુનઃ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કેન્દ્રની સમર્પિત ટીમમાં પીવી મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. આનંદરામન,આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. પ્રશાંત ધર્મરાજન અને એમડી ,ડૉ. પૂજા રાનીનો સમાવેશ થાય છે,જે હાલમાં મેડિકલ ઑફિસર તરીકે નિયુક્ત છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનું આયુર્વેદિક વેલનેસ સેન્ટર સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુન: જાગૃત કરે છે, તે જીવનના તમામ તબક્કામાં લોકોને સ્વસ્થ, સંતુલિત અને સમૃદ્ધ જીવન તરફ વળવા પ્રેરિત કરે છે. એકતા નગરમાં પ્રાકૃતિક ઉપચાર સાથે ફરીથી શરૂ થયેલ કેન્દ્ર સુખાકારી માટે અનન્ય અને વ્યાપક અભિગમ પ્રદાન કરે છે. આરોગ્ય વનના શાંત વાતાવરણમાં મુલાકાતીઓ આયુર્વેદના સમૃદ્ધ વારસાનું અન્વેષણ કરી શકે છે, યોગ અને ધ્યાન તેમજ હર્બલ ઉપચારની રોગનિવારક શક્તિનો અનુભવ કરી શકે છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા