Satya Tv News

YouTube player

JB મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના સાધનો અર્પણ
ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા મશીનો કર્યા અર્પણ
ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,મેનેજર,સ્ટાફ ઉપસ્થિત 

ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યું હતું .

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી સંચાલિત જયાબેન મોદી હોસ્પિટલમાં કિડનીના દર્દીઓનું ડાયાલીસીસ માટે વધતી સંખ્યા સાથે અકસ્માની ઘટનામાં સારવાર માટે આવતા દર્દીઓને અત્યાધુનિક મશીનોથી સારવાર મળે તે હેતુથી વાલિયા તાલુકાનાં કોંઢ ગામ સ્થિત ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા ફેક્ટરી હેડ ગૌરવ ચંદ્રા, એચ આર હેડ યતીન છાયાના હસ્તે સીએસઆર ફંડ અંતર્ગત જયાબેન મોદી હોસ્પિટલને ડાયાલિસિસ મશીન,ડી.આર.સીસ્ટમ અને કોન્સોલ તેમજ ઓર્થોપેડિક ડ્રીલ મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. આ અદ્યતન સાધનોના અર્પણ કાર્યક્રમમાં ડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આત્મી દેલીવાલા,જનરલ મેનેજર ડૉ.નિનાદ ઝાલા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: