ભરુચીનાકા પાસે સર્જાયો અકસ્માત
હોસ્પિટલ શોભાના ગાઠિયા સમાન રહ્યું
અકસ્માતમાં મહિલા,બાળકને ઈજાગરસ્ત
હોસ્પિટલ બંધ હોવાથી તેઓને હાલાકી વેઠવી પડી
ઈમરજન્સી સમયે ક્યાં જવું તેવા સવાલો ઉઠ્યા
અંકલેશ્વરમાં ગતરોજ રાતે મહિલા અને બાળકને અકસ્માત નડતાં સારવાર માટે નજીકના પાલિકા સંચાલિત સરકારી દવાખાને જતાં તેઓને કડવો અનુભવ થયો હતો.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ભરુચી નાકા પાસે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કર્યું છે ,પરંતુ આ હોસ્પિટલ ગતરોજ રાતે બંધ હોવાથી શોભાના ગાઠિયા સમાન સાબિત થયું હતું. રાતે ભરુચી નાકા પાસે મહિલા અને તેના બાળકને ઇજાઓ પહોંચતા તેઓ સારવાર માટે પાલિકા સંચાલિત સરકારી દવાખાને આવ્યા હતા.જ્યાં હોસ્પિટલ બંધ હોવાથી તેઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે કરોડોના ખર્ચે ગરીબ દર્દીઓ માટે બનાવવામાં આવેલ હોસ્પિટલ રાતના સમયે બંધ હોય તો અંકલેશ્વરની જનતા ઈમરજન્સી સામે ક્યાં સારવાર લેવા જાય તેવા સવાલો ઉઠ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર