Satya Tv News

અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો આતંક વધી રહયો છે. થોડા સમય પહેલાં જીઆઇડીસી વિસ્તારમાં સર્વિસ સ્ટેશનની બહાર ઉભેલાં યુવાનને પાછળથી આવેલાં આખલાએ ભેટી મારતાં તે ઉછળીને નીચે ફંગોળાયો હતો. રખડતા પશુઓનો ત્રાસ વધી રહયો હોવા છતાં તંત્ર નામ પુરતી ઝૂંબેશ ચલાવી રખડતા પશુઓને પકડી રહી છે.અંકલેશ્વર ભડકોદ્રા શિવ મંદિર નજીક આખલાઓમાં દ્વંદ્વ છેડાયાં બાદ રોડ પર દોટ મુકતા બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઇક ચાલક રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામ ખાતે વારંવાર આખલાના દ્વંદ્વના દ્રશ્યો અગાઉ સામે આવ્યા હતા. જો કે બુધવારના રોજ સવારે જાહેર માર્ગ પર શિવ મંદિર પાસે 2 આખલા વચ્ચે લડાઈ શરુ થઇ હતી. જે એક મેક ને પછાડવામાં ભેટી મારી એકમેકને હડસેલી રહ્યા હતાં. આ દરમિયાનમાં બંનેએ રોડ પર દોડાદોડ કરી મુકતા લોકોમાં નાસભાગ મચી હતી. આ વચ્ચે ઘટનાથી અજાણ એક બાઈક ચાલક આગળ વધી રહ્યો હતો.

ત્યારે તેની પાછળથી દોડતા આવેલ આખલાએ ટક્કર મારતા ઈસમ બાઈક સાથે પટકાયો હતો. અને તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ પણ આખલા લડતા જોવા મળ્યા હતા. દરમિયાન સ્થાનિક લોકો દોડી આવી બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાને પગલે ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક ગ્રામજનો દ્વારા પંચાયત દ્વારા રખડતા ઢોરને પાંજરે પુરે અથવા તેના પશુપાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

error: