Satya Tv News


અંકલેશ્વર ગ્રામ્યમાં બનેવીએ સાળી પર બગાડી દાનત

બનેવીએ 15 વર્ષીય સગી સાળી સાથે વારંવાર આચર્યું દુષ્કર્મ

સગીરા ગર્ભવતી થતા ફૂટ્યો ભાંડો

પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને જેલ ભેગો કર્યો


અંકલેશ્વર પંથકમાં સાલી આધિ ઘરવાલી કહેવત નરાધમ બનેવીએ સાબિત કરી બતાવી છે. જ્યાં અંકલેશ્વરમાં એક શખ્સે તેની 15 વર્ષની સગી સાળી સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે.


અંકલેશ્વરના એક ગામમાં એક શખ્સે પોતાની સગી સાળીને હવસનો શિકાર બનાવી અને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. બનેવીના વારંવારના દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ગર્ભવતી બનતાં આ ચોંકાવનારી ઘટના સામે આવી હતી.

અંકલેશ્વરના ગામમાં 15 વર્ષની સગીરા છેલ્લા દોઢ વર્ષની પોતાના બનેવીના ત્યાં રહેતી હતી અને આ દરમિયાન બનેવી એકલતાનો લાભ લઈને તેની સાથે રેપ કરતો. વારંવારના રેપથી સગીરા ગર્ભવતી બની હતી ત્યારે બનેવીના કાળા કામનો પર્દાફાશ થયો હતો.આરોપી સાળીને જાનથી મારી નાખવાની ધમકી આપીને પણ રેપ આચરતો હતો.

તેવામાં હવે સાળી સાથે રેપ કરવાનું બનેવીને ભારે પડ્યું છે. અંકલેશ્વર રૂરલ પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપીને જેલને હવાલે કર્યો છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: