રાજકોટમાંથી તાજેતરમાં જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ‘પતિ, પત્ની ઔર વો’ના કિસ્સામાં મારામારી કરતી બે મહિલાઓ દેખાઇ રહી છે, ખરેખરમાં આ વીડિયો ગઇકાલે રાત્રે રાજકોટમાં બનેલી એક એક્સ્ટ્રા મેરિટલ અફેર્સની છે,અહીં પતિને અન્ય મહિલા સાથેના સંબંધોની જાણ પત્નીને થઇ ગયા બાદ પત્ની અને તેના પતિ સાથે રિલેશન રાખી રહેલા મહિલા વચ્ચે જોરદાર મારામારી થઇ હતી.
વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે, ગઇરાત્રે શહેરના મેઇન રૉડ પર બે મહિલાઓ વચ્ચે જોરદાર લડાઇ થઇ રહી છે. ખરેખરમાં, રાજકોટમાં મોટી ટાંક ચોક વિસ્તારમાં ગઇ રાત્રે ‘પતિ, પત્ની ઔર વો’નો કિસ્સો સર્જાયો હતો. અહીં એક મહિલાએ પોતાના પતિ સાથે સંબંધો રાખી રહેલી મહિલા સાથે જોરદાર મારામારી કરી હતી, પહેલા બન્ને મહિલાઓ આમને સામને ગાળાગાળી કરી હતી,
બાદમાં બન્ને વચ્ચે છુટા હાથની મારામારી પણ થઇ હતી. બાદમાં બન્ને તરફથી પુરુષો પણ મેદાનમાં આવી ગયા હતા અને રસ્તાં વચ્ચે બેફામ ગાળોનો વરસાદ થયો હતો. બે જૂથો વચ્ચે મારામારી વધતા ટાંક ચોકમાંથી પસાર થઇ રહેલા રાહદારીઓએ ટોળાને છુટા પાડીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.