દઢાલ ગામની ડ્રીમ સીટી સોસાયટી ખાતે વિરોધ
બિલ્ડર દ્વારા ગેટ તોડવાની કાર્યવાહી સામે વિરોધ
સ્થાનિકોએ વિરોધ કરતાં વાતાવરણ બન્યું તંગી
બિલ્ડરે ફેન્સીંગ વોલ હટાવી બનાવ્યો રસ્તો
અંકલેશ્વર તાલુકાનાં દઢાલ ગામની ડ્રીમ સીટી સોસાયટી ખાતે બિલ્ડર દ્વારા ગેટ તોડવાની કાર્યવાહી સામે સ્થાનિક રહીશોએ એકત્ર વિરોધ કરતાં વાતાવરણ તંગ બની ગયું.
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની ડ્રીમ સીટી સોસાયટી ખાતે છેલ્લા ચાર વર્ષથી લગભગ 200થી વધુ મકાન બનાવવામાં આવ્યા છે.બાંધકામ સમયે ચારે તરફ ફેંસીંગ દીવાલ તેમજ આકર્ષક ગેટ ઉભો કરવામાં આવ્યો હતો.જો કે બિલ્ડરે પ્રથમ ફેન્સીંગ વોલ હટાવી અન્ય સોસાયટી માટે રસ્તા બનાવી દીધા હતા. જે બાદ હવે સોસાયટીમાં પ્રવેશ દ્વારને તોડી પાડી ત્યાં સ્કૂલ બનાવી તેનો ગેટ ઉભો કરવાની હિલચાલ શરુ કરતા જ સ્થાનિક રહીશોએ દોડી આવી વિરોધ નોંધાવ્યો હતો.અને જો બિલ્ડર હેરાન કરશે તો તમામ મકાનો સુપ્રત કરી રૂપિયા પરત માંગી લેવાની ચીમકી ઉચ્ચારી હતી.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર