Satya Tv News

YouTube player

પાનોલી GIDCની વૈકુંઠ કેમિકલ કંપનીમાં આગ
મટિરિયલ્સ ચાર્જ થતી વેળાએ આગ લાગતા દોડધામ
DPMCના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા
8 ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ

પાનોલી GIDCમાં આવેલી વૈકુંઠ કેમિકલ્સમાં શનિવારે રાતે બીજા માળે મિટિરિયલ્સ ચાર્જ થતી વેળા લાગેલી આગ 4 કલાકે 8 ફાયર ફાઈટરોની મદદથી કાબુમાં આવી હતી.

પાનોલી ફાયર સ્ટેશન નજીક જ GIDC માં આવેલી વૈકુંઠ કેમિકલ્સ કંપનીમાં શનિવારે રાતે 7 કલાકે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. કંપનીના બીજા માળે મટિરિયલ્સ ચાર્જ થતી વેળા એકાએક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી.આગની ઘટનાનો કોલ ફાયર ફાઈટરો, પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગને મળતા તેઓ સ્થળ ખાતે દોડી આવ્યા હતા. પાનોલી, DPMC સહિત અન્ય કંપનીના 8 જેટલા ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા હતા. આગની ઘટનાને લઈ પાનોલી જીઆઇડીસીમાં ગુંજતા સાયરનો વચ્ચે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.ઘટના સમયે કંપનીમાં કામ કરી રહેલા 8 કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવતા ઇજા કે જાનહાનીનો કોઈ બનાવ બન્યો નથી. વિકરાળ આગ પર 4 કલાક બાદ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જે બાદ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ સાથે જીપીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: