સિતપોણ ગામે પ્રેમીએ પહોંચી પ્રેમિકાને ગળાના ભાગે ઘા ઝીંક્યા
ભરૂચમાં દુબઈ ટેકરી વિસ્તારમાં પરિણીતાને પાડોશી યુવાન સાથે પ્રેમ થતા પતિ અને ૨ સંતાનોને મૂકી આઠ મહિના પહેલા ભાગી ગયા બાદ પરત આવતા પ્રેમી એ પ્રેમિકાને મળવાના બહાને બોલાવી ગળું કાપી નાખી હત્યાનો પ્રયાસ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે
ભરૂચ તાલુકાના સીતપોણ ગામે પ્રેમી અરૂણ મૂળજી વસાવાએ તેના ઘરની સામે રહેતી ૨ સંતાનની માતાને આઠ મહિના પહેલા ભગાડી ગયો હતો જેના પગલે 8 મહિના બાદ અરુણ વસાવા પાસેથી તેની પ્રેમિકા જ્યોતિ વસાવા તેના પતિ પાસે આવી ગઈ હતી અને તેના પતિએ પણ તેની પત્નીને તેની બહેનના ઘરે મૂકીને આવ્યો હતો અને તે દરમિયાન જ પ્રેમી અરુણ વસાવા પ્રેમિકા જ્યોતિ વસાવાને ફોન કરીને કહ્યું મારે તને મળવું છે તેમ કહી મળવા બોલાવી પ્રેમી અરુણ વસાવાએ તેની પ્રેમિકાના ગળા ઉપર બ્લેડ મારી લોહી લુહાણ કરી દેતા જ્યોતિ વસાવાને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડતા પોલીસે ઇજાગ્રસ્ત જ્યોતિ વસાવાનું નિવેદન લઈ આરોપી અરુણ વસાવા સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે