Satya Tv News

YouTube player

માંડવા ટોલ પ્લાઝા પાસેથી ઝડપાયો લાખોનો દારૂ
ચંદીગઢથી દારૂ ભરી ડીલવરી કરવા જતો ટેમ્પો ઝડપાયો
42.50 લાખના મુદ્દામાલ સહિત ચાલકની ધરપકડ
ટેમ્પો તપાસતાં દારૂની 6480 નંગ બોટલ મળી
બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર નેશનલ હાઈવ ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસેથી બી ડિવિઝન પોલીસે ચંડીગઢથી જયપુર વાયા ધુલે,મુંબઈથી અમદાવાદ તરફ લઈ જવાતો 32.40 લાખનો વિદેશી દારૂ મળી 42.50 લાખના મુદ્દામાલ સહિત ચાલકને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે, દરમિયાન બાતમી મળી હતી કે સુરત તરફથી આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.40.સી.ડી.5262માં વિદેશી દારૂનો જથ્થો ભરુચ બાજુ જઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે માંડવા ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી. તે વેળા બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ટેમ્પોમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 6480 નંગ બોટલ મળી આવી હતી. જ્યારે ટેમ્પાની કેબિનમાંથી ડી.ડી.01.એમ.9062ની નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસે તેને ચેક કરતાં ટેમ્પોમાં લગાવી નંબર પ્લેટ નકલી હોવાનું પોલીસના ધ્યાન આવ્યું હતું. પોલીસે 32.40 લાખનો દારૂ અને 10 લાખનો ટેમ્પો મળી 42.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને પંજાબના છીદન ગામમાં રહેતો ટેમ્પો ચાલક પરગટસિંધ મુખતારસિંધને ઝડપી પાડ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલકની વધુ પૂછપરછ કરતાં આ જથ્થો ચંડીગઢથી આરીફ નામના ઇસમે ફરી આવ્યો હતો .અને અન્ય એક ઇસમે વોટ્સએપ કોલ ઉપર ચંડીગઢથી સોનીપત,દિલ્હી બાયપાસ થઈ જયપુર,ભિલવાડા,રતલામ ત્યાંથી ધુલે,મુંબઈ થઈ અમદાવાદ જવાનું કબૂલત કર્યું હતું પોલીસે તે બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: