Satya Tv News

YouTube player

10 પો.સ્ટેશનોના સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું
નાઈટ કોમ્બિન્ગ દરમિયાન 1155 ગુના કર્યા દાખલ
કોમ્બિનગમાં 49 પીધેલાઓને જેલ ભેગા કર્યા

ભરૂચ જીલ્લાના ભરૂચ-અંકલેશ્વર અને દહેજ,પાનોલી,જંબુસરમાં ગતરોજ રાતે 10 પોલીસ સ્ટેશનોના 230થી વધુ સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધરી 1155 ગુના દાખલ કર્યા હતા.

વડોદરા રેંજ આઈજી સંદીપ સિંહ અને ભરૂચ જીલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આગામી તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે અને શાંતિ પૂર્ણ રીતે તહેવારોની ઉજવણી થાય તે માટે આપેલ સૂચનાને આધારે નાયબ પોલીસ અધિક્ષકના માર્ગ દર્શન હેઠળ ભરૂચ એલસીબી,એસ.ઓ.જી, પેરોલ ફ્લો, ક્યુ.આર.ડી, બોમ્બ સ્કોડ,ટ્રાફિક પોલીસ સાથે એ, બી, સી ડિવિઝન, તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.જેમાં જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,22 પી.એસ.આઈ સહીત 230 થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું ભરૂચ સી ડીવીઝન વિસ્તાર, દહેજ પોલીસે સ્ટેશનની હદ વિસ્તાર તેમજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.,પાનોલી,જંબુસર વિસ્તારમાં મેગા કોમ્બિંગમાં વાહનોના કાફલા સાથે જિલ્લા પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું. જેમાં 1155 ગુનાઓ દાખલ કરાયા હતા. સાથે જ જાહેરનામનો ભંગ કરી રૂમો-મકાનો ભાડે આપનાર 48 મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો. તો 121 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના કોમ્બિનગમાં 49 પીધેલાઓને પણ લોક અપ ભેગા કરાયા હતા. જ્યારે બી રોલના 275 કેસ નોંધાયા હતા.અત્રે ઉલ્લેખની છે કે ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અત્યાર સુધી 5થી વધુ કોમ્બિન્ગ હાથ ધર્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર

error: