Satya Tv News

YouTube player

સેંગપુર ગામની સીમમાંથી ઝડપાયો દારૂ
વટારિયા તરફ ઝાડી ઝાંખરામાં દારૂનું વેચાણ
32 હજારથી વધુનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી 

અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામની સીમમાંથી 32 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી કે ,સેંગપૂર ગામમાંથી વટારિયા ગામ તરફ જવાના માર્ગથી ખેતર બાજુ જવાના કાચા રસ્તે ઝાડી ઝાંખરામાં સેંગપૂર ગામના બુટલેગર હસમુખ નરોત્તમ વસાવાએ વેચાણ કરવાના ઇરાદે વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 137 નંગ બોટલ મળી કુલ 32 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: