આચાર્ય ડો.હિમાંશુ પારેખે લખ્યો હતો સંશોધન પત્ર
NCERT દ્વારા અજમેર ખાતે ત્રિદિવસીય સેમિનાર
એજ્યુકેશન વિષય ઉપર ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનાર
NCERTના રાષ્ટ્રીયઅધિવેશનમાં સન્માનિત કરાયા
અંકલેશ્વરના આચાર્ય ડો.હિમાંશુ પારેખે રાષ્ટ્રીય સેમિનારમાં સંશોધન પત્ર રજુ કરતા તેઓને અજમેર ખાતે યોજાયેલા NCERTના રાષ્ટ્રીય અધિવેશનમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.
અંક્લેશ્વરમાં રહેતા તથા સુરતની સર જે જે ઇંગ્લિશ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ડો. હિમાંશુ સુરેશચંદ્ર પારેખને નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ(NCERT) દ્વારા અજમેર ખાતે એનવાયરમેન્ટ એજ્યુકેશન વિષય ઉપર આયોજીત ત્રિદિવસીય રાષ્ટ્રીય સેમિનારમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં તેઓએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ઉપર પર્યાવરણીય નીતિશાસ્ત્રનું ઉલ્લંઘન – દેખીતો વિકાસ, નોંધપાત્ર વિનાશ વિષય ઉપર સંશોધન પત્ર રજુ કર્યું હતુ. આ સંશોધન પત્રમાં તેઓએ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદાહરણથી પર્યાવરણીય નૈતિકતાના ઉલ્લંઘનને કારણે વકરી ગયેલા પ્રદૂષણનો અદ્યતન અહેવાલો આધારિત ચિતાર રજૂ કરેલ હતો. વધુમાં, આ પ્રદૂષણથી પર્યાવરણ તથા માનવ આરોગ્ય ઉપર પડતી હાનિકારક અસરોને કારણે કહેવતો વિકાસ માનવજાતિના વાસ્તવિક વિનાશ તરફ કેવી રીતે દોરી જાય છે. તેનું વિશ્લેષણ કરી તેના નિવારણ માટેના જરૂરી સૂચનો કર્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે સત્યા ટીવી અંકલેશ્વર