GIDCની પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો
બુટલેગર પોતાના ઘરે કરે છે દારૂનું વેચાણ
કુલ 4 હજારનો મુદ્દામાલ કર્યો કબ્જે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે પાનસો ક્વાટર્સમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો, તે દરમિયાન બાતમી મળી હતી. કે પાનસો ક્વાટર્સમાં રહેતો બુટલેગર અક્ષય તાનાજી સિંદે પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે .જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 10 નંગ બોટલ મળી કુલ 4 હજારનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર