Satya Tv News

YouTube player

સરફૂદ્દીન ગામ તરફથી શંકાસ્પદ ભંગાર ઝડપાયો
લાખોના મુદામાલ સાથે ત્રણ ઇસમોની ધરપકડ
ભંગાર ભરેલ બે વાહનો ઝડપાયા
કુલ 3.65 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

અંકલેશ્વર તાલુકા પોલીસે સરફૂદ્દીન ગામ તરફ જવાના માર્ગ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ બે વાહનો સાથે ત્રણ ઇસમોને 3.42 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો,તે દરમિયાન બાતમી મળી હતી કે થ્રિ વહીલ ટેમ્પો અને પીકએપ બોલેરો ગાડી ભંગારનો જથ્થો ભરીને આવી રહ્યા છે .જેવી બાતમીના આધારે પોલીસે સરફૂદ્દીન ગામ તરફ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા બંને વાહનો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા બંનેમાંથી 25 હજારથી વધુનો ભંગાર અને વાહનો મળી કુલ 3.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

error: