Satya Tv News

સગીરાને ભગાડીને લઇ જવાનો મામલો
સગીરાને ભગાડી જનાર ઇસમની ધરપકડ
સગીરા સાંજના સમયે ગઈ હતી દૂધ લેવા
ઈસમને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મહિના પહેલા લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો.

ગત તારીખ-12મી સપ્ટેમ્બર રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં મૂળ છોટાઉદેપુર અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એક ખાનગી કંપનીના રૂમમાં રહેતી 14 વર્ષીય સગીરા સાંજના સમયે ક્રિસ્ટલ ચોકડી પાસે દૂધ લેવા માટે ગઈ હતી. જે પરત નહીં આવતા પરિવારજનો ચિતીત થઈ ઉઠ્યા હતા. અને સગીરાની શોધખોળ કરતાં તે મળી નહીં આવતા પરિવારજનોએ સગીરાને રામદેવ ચોકડી પાસે રહેતો મૂળ બિહારનો વિપિન ઉર્ફે બિપિન મુનની મંડલ તેનું લગ્નની લાલચે ભાગી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે દરમિયાન પોલીસે વિપિન ઉર્ફે બિપિન મુનની મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

……………

રાજપીપલા:અમૃત કળશ યાત્રામાં દેડિયાપાડાના સોલિયા પોહચેલા ભરૂચના સાંસદનું જાહેર ભાષણ

ચિત્રોલમાં બુટલેગર, ભાજપનો જ કાર્યકર ફરી સક્રિય
નર્મદામાં જુગાર,દારૂના અડ્ડા ધમધમે:ચૈતર વસાવા
અડ્ડાઓ બંધ નહિ થાયતો કરીશું રેઇડ :ધારાસભ્ય

ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ દેડિયાપાડાના સોલિયા ગામે સ્વિકાર્યું છે કે, નર્મદા જિલ્લામાં દારૂનો ધિકતો ધંધો ચાલે છે અને LCB ₹35 લાખનો હપ્તો લે છે. હવે સાંસદના આ નિવેદનથી નર્મદા પોલીસ સાથે BJP માં પણ હલચલ મચી ગઇ છે.

BJP સાંસદે બોલવાનું શરૂ કરતાં જ ભાજપ, નર્મદા પોલીસમાં સોપો પડી ગયો હતો. મનસુખ વસાવાએ આક્ષેપ કર્યો હતો કે, નર્મદા LCB રૂપિયા 35 લાખનો હપ્તો લે છે.ભાજપના કાર્યકર અને મોટા બુટલેગર એવા દિનેશ વસાવાએ ફરીથી દારૂનો ધંધો શરૂ કરી દીધો છે. ચિત્રોલ ગામે વર્ષો પહેલા કરોડોનો દારૂ પકડાયો હતો.

સાંસદના નિવેદન બાદ દેડિયાપાડા AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ નિવેદન આપી ભાજપ MP એ નર્મદા જિલ્લામાં દારૂ અને જુગારના અડ્ડા ચાલે છે જે સ્વિકાર્યું તેને સમર્થન આપ્યું છે

બીજી તરફ નર્મદા પોલીસ ઉપર સાંસદ અને ધારાસભ્યે હપ્તા લેવાના કરાયેલા આક્ષેપો સંદર્ભે જિલ્લા પોલીસ વડા SP પ્રશાંત સુંબે તેમજ LCB પી.આઈ. જગદીશ ખાંભલાને કોલ કરતા તેઓ સાથે વાત નહિ થઈ શકતા NARMADA POLICE નું નિવેદન જાણી શકાયું નથી.

વિડીયો જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: