આજથી નવરાત્રિ પર્વનો થયો પ્રારંભ
GIDCમાં વિવિધ સ્થળે નીકળી શોભાયાત્રા
નવદુર્ગા યુવા મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રા
શોભાયાત્રા કાઢી માતાજીની કરી સ્થાપના
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રા યોજી માતાજીની સ્થાપના કરી હતી.
આજથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થયો છે, ત્યારે સવારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં વિવિધ નવરાત્રિ આયોજકો દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવદુર્ગા યુવા મિત્ર મંડળ દ્વારા જલધારા ચોકડી સહિતના વિસ્તારમાં માતાજીની શોભાયાત્રા કાઢી હતી. અને આયોજન સ્થળે માતાજીની સ્થાપના કરી હતી .આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
વિડીયો જર્નાલિસ્ટ આકાશ પાટીલ સાથે ધર્મેન્દ્ર પ્રસાદ સત્યા ટીવી અંકલેશ્વર