15 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણ ઉત્સવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.
થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાગેશ્વર મંદિર અને પાર્વતી કુંડ નજીક પ્રાર્થના કરી હતી,ત્યારબાદ હિન્દી ફિલ્મ ઉદ્યોગના વિશ્વ વિખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચને તેમની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને લખ્યું હતું કે ધાર્મિકતા, પર્વતનું રહસ્ય અને દેવત્વ મને હંમેશા આકર્ષિત કરે છે, પરંતુ મને અફસોસ છે કે હું તેને ક્યારેય રૂબરૂમાં જોઈ શકીશ નહીં.”
અમિતાભ બચ્ચનના આ ટ્વિટ પછી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેમને એક આમંત્રણ આપ્યું અને લખ્યું, “પાર્વતી કુંડ અને જાગેશ્વર મંદિરની મારી મુલાકાત ખરેખર મંત્રમુગ્ધ કરી દેનારી હતી,આગામી સપ્તાહમાં રણ ઉત્સવ પણ શરૂ થઈ રહ્યો છે. અને હું તમને રણ ઉત્સવમાં આવવા વિનંતી કરું છું. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમારી મુલાકાત પણ બાકી છે.”
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતચીત બાદ હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અમિતાભ બચ્ચન આગામી દિવસોમાં વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા