Satya Tv News

વીડિયોમાં NCP નેતા કહી રહ્યા છે કે ભગવાન રામ તેમના 14 વર્ષના વનવાસ દરમિયાન જંગલમાં રહેતા હતા. તેઓ જંગલમાં પ્રાણીઓનો શિકાર કરતા હતા કારણ કે ત્યાં શાકાહારી ખોરાક મળવો મુશ્કેલ હતો. ભગવાન રામને માંસાહારી કહેવા પર ભારતીય જનતા પાર્ટી એ વળતો પ્રહાર કર્યો છે અને પૂછ્યું છે કે શું આવ્હાડ ત્રેતાયુગમાં તેમને જોવા ગયા હતા.? હિંદુ મહાકાવ્ય રામાયણમાં ભગવાન રામ દ્વારા જંગલોમાં વિતાવેલા 14 વર્ષનો ઉલ્લેખ કરતા આવ્હાડે કહ્યું, “ભગવાન રામ આપણા બહુજનના છે. તેઓ પ્રાણીઓનો શિકાર કરતા અને (માંસ) ખાતા હતા. તેઓ બહુજન છે. જ્યારે તમે લોકો અમને બધાને શાકાહારી બનાવવા જઈ રહ્યા છો. અમે રામના આદર્શને અનુસરીએ છીએ અને આજે અમે મટન ખાઈએ છીએ. આ રામનો આદર્શ છે. રામ શાકાહારી નહોતા, તે માંસાહારી હતા.”

ભાજપના નેતા રામ કદમે ગુરુવારે ભગવાન રામને “માંસાહારી” ગણાવતા નિવેદન બદલ એનસીપી-શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડ સામે એફઆઈઆર દાખલ કરવા ફરિયાદ નોંધાવી હતી. રામ કદમે કહ્યું, “…પોલીસે અમને ખાતરી આપી છે કે વીડિયો ફૂટેજની તપાસ કર્યા પછી તેમની (જિતેન્દ્ર આવ્હાડ) વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે… આ એક એવી સરકાર છે જે પ્રભુ રામ ચંદ્રજી દ્વારા આપવામાં આવેલા આદર્શોને અનુસરે છે.” … અમે મહારાષ્ટ્રની ધરતી પર કોઈને પણ દેવી-દેવતાઓનું અપમાન કરવા નહીં દઈએ…

error: