Satya Tv News

ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં આજીવન કેદની સજા પામેલા તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. જે બાદમાં આજે એટલે કે સોમવારે સર્વોચ્ચ અદાલતે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે અને દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ્દ કર્યો છે.

30 સપ્ટેમ્બર, 2022ના રોજ સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે? આ અધિકાર પસંદગીપૂર્વક આપવો જોઈએ નહીં. અગાઉ, એક દોષિત માટે હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે સજા માફ કરવાના આદેશથી દોષિતને સમાજમાં ફરીથી જોડાવા માટે આશાનું એક નવું કિરણ મળ્યું છે અને તે કમનસીબ ઘટનાઓ માટે ખેદ વ્યક્ત કરે છે જેણે તેને દુઃખ પહોંચાડ્યું છે. લુથરાએ દોષિતોની વહેલી મુક્તિનો બચાવ કર્યો હતો અને કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા 13 મે, 2022 ના રોજના આદેશ દ્વારા આ મુદ્દો ઉકેલવામાં આવ્યો હતો.

error: