Satya Tv News

રાજ્યમાં દારુ બંધી હોવા છતા અવારનવાર દારુનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વડોદરામાંથી ફરી એકવાર દારુનો જથ્થો ઝડપાયો છે. ગોલ્ડન ચોકડી નજીકથી વિદેશી દારુ ભરેલુ કન્ટેનર ઝડપાયુ છે. મળતી માહિતી અનુસાર વડોદરાથી અમદાવાદ આ કન્ટેનર લવાતુ હતુ. જેને ઝડપી પાડવામાં આવ્યું છે. કન્ટેનરમાં આશરે 14 લાખની કિંમતનો દારુનો જથ્થો હતો. તો પોલીસે દારુ સાથે હરિયાણા અને દિલ્લીના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

error: