Satya Tv News

uttrayan 2018 chinese manja sale soars despite ban in ahmedabad

પ્રતિબંધિત ચાઇનીસ માંજાનું વેચાણ કરતા એક વેપારીની અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ માંજાના ઉપયોગથી પતંગ ચગાવવાથી પતંગ ઉડાવનાર અને તેની દોરીથી ઇજા પામનાર બંને માટે જોખમી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

સ્થાનિક માંજાની સરખામણીમાં ચાઈનીઝ માંજા સસ્તા છે. પણ તેનો ઉપયોગ જોખમી છે. ચાઈનીઝ માંજા પર પ્રતિબંધ છે. તેમ છતાં શહેરમાં ચાઈનીઝ માંજાનું વેચાણ કરવામાં આવે છે. ચાઈનીઝ માંજાના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સરકાર દ્વારા પણ ચાઈનીઝ માંજાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાના આદેશ કરવામાં આવ્યા છે

ચાઇનીઝ માંજા કાચ અને ધાતુના ફાઇલિંગ તેમજ લોખંડ અને રસાયણોના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવે છે. આ કારણે તે ખૂબ જ જોખમી બની જાય છે. આ કારણોસર સુપ્રીમ કોર્ટ, એનજીટી અને સરકાર દ્વારા તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.પ્રતિબંધ હોવા છતાંકેટલાક વેપારી ચાઈનીઝ માંજાનું વેચાણ કરે છે. પોલીસ અને પ્રશાસ આ માંજાનું વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. આ માંજાના કારણે કોઈ દિવસ કોઈને જીવ પણ ગુમાવવો પડી શકે છે.

વડોદરા રેન્જના પોલીસ મહાનીરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડીવીઝન ચિરાગ દેસાઈ તરફથી જીલ્લામા કલેક્ટર ભરૂચ તરફથી બહાર પાડેલ જાહેરનામાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જાહેરનામા અનુસાર “સ્કાય લેન્ટર્ન” (ચાઈનીઝ તુક્કલ) તેમજ પ્લાસ્ટીક કે સિંથેટીક મટીરીયલ કે તેવા ચાઈનીઝ પ્રકા૨ના મટીરીયલથી બનેલ તથા નાયલોન દોરા અથવા ઝેરી મટીરીયલના દોરાનો પતંગ ચગાવવા ઉપયોગ ક૨વા કે તે હેતુથી વેચાણ સંગ્રહ તથા વ્યાપાર ક૨વાની મનાઈ ફરમાવાઈ છે. ભરૂચ જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાની અમલવારી કરાવવા માટે જાહેરનામા અનુસંઘાને પોલીસ ઈન્સ્પેક્ટર વી.કે.ભુતીયા અંક્લેશ્વર શહેર “બી“ ડીવીઝન પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી.

અંકલેશ્વર શહેર બી ડીવીઝન પો.સ્ટે.ની ટીમ પેટ્રોલીંગમા હતી તે દ૨મ્યાન મળેલ બાતમી આધારે અંક્લેશ્વર શહેર રાજપીપળા રોડ ઉપર આવેલ ઓ.એન.જી.સી. ગેટની બાજુમા આવેલ સી.એન.જી. પેટ્રોલ પંપ નજીક એક ઈસમને પ્રતિબંધીત ચાઈનીઝ દોરી સાથે વેચાણ કરતો મળી આવ્યો હતો. પોલીસે મોહમદ માઝ તાહીર ઉસ્માન શેખ ઉ.વ.૨૦ રહેવાસી સી/૪૨, પટેલ નગ૨-૨, રાજપેપળા રોડ, ગડખોલ તા.અંકલેશ્વર જી.ભરૂચ વિરુધ્ધ ઈ.પી.કો કલમ 188 મુજબનો ગુનો દાખલ ક૨ી કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરી છે.

error: