Satya Tv News

દુમાડ ચોકડી પાસે પોલીસે ડીઝલ-પેટ્રોલ ચોરી કરતા 5 લોકોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 18 લાખનું ડીઝલ જપ્ત કર્યું હતું. સમા પોલીસને બાતમી મળી હતી કે, કોયલીના પેટ્રોલ પંપ પરથી ટેમ્પો ડીઝલ ભરી જાંમ્બુવા -હાલોલ રોડ પર નિલકંઠ પેટ્રોલ પંપ પર જઈ રહ્યો છે. ટેમ્પો િનયત જગ્યાએ જતાં પહેલાં દુમાડ ચોકડી પાસે નિલકંઠ ટેક્ટર વાળી ગલીમાં દત્ત ગેરેજમાં ટેન્કરમાંથી ટેમ્પામાં ડીઝલ ભરાઈ રહ્યું છે.

જેથી પોલીસે દત્ત ગેરેજ પર દરોડા પાડ્યા હતા. ગેરેજ પાસે ઉભેલા જીજે 05 બીયુ 8933 નંબર વાળો ટેમ્પાના ડ્રાઈવરની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નારાયણ ભગવાનદીન યાદવ જણાવ્યું હતું. તેઓ ટેન્કર પર ચડીને કંપની દ્વારા કરાયેલા સીલ કરેલા લોકની પટ્ટીને તોડીને ટેન્કરમાં પ્લાસ્ટીકની પાઈપ નાખીને ડીઝલના કારબા ભરી રહ્યા હતા. પોલીસે 18.76 લાખનું ડિઝલ જપ્ત કરી 5 લોકોની ધરપકડ કરી હતી.

error: