Satya Tv News

અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાનાં કેસમાં વધુ એક ખુલાસો થવા પામ્યો છે. જેમાં 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થવા પામ્યો છે. ગુજરાત બહારનાં 700 લોકોને પણ ગેરકાયદે અમેરિકા ઘુસાડ્યા છે. ફ્લાઈટમાં જગ્યા પડતાં ગુજરાતનાં એજન્ટ મારફતે ગ્રાહક શોધવામાં આવતા હતા. દુબઈ લઈ જવાયેલા લોકોને 1 થી 3 મહિનાના ટુરિસ્ટ વિઝા પણ અપાવી દેવાયા હતા. ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની તપાસમાં ખુલાસો થવા પામ્યો હતો. અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. કે, કબૂતરબાજી મુદ્દે CID ક્રાઈમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેચ્યો છે. મુંબઇ, દિલ્હી, દુબઇ અને ગુજરાતના એજન્ટો હોવાનું પણ સામે આવ્યું છે.

દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જ્યારે પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે પણ ગુનો નોંધાયો છે. ગેરકાયદે રીતે અમેરિકા જતા પહેલાં ફ્રાંસના વાંટ્રી એરપોર્ટથી વિમાન પરત મોકલવામાં આવ્યુ હતુ.

error: