Satya Tv News

20 ડિસેમ્બર 2016ના દિવસે યુ ટ્યુબમાં એક ગીત રીલીઝ થયું અને ત્યારથી જ આ વિવાદ શરૂ થયો. આ ગીતને અવાજ આપ્યો હતો લોકગાયિકા કિંજલ દવેએ. જોકે બન્યું એવું કે, 2017ના જાન્યુઆરી મહિનામાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે એક મોટો દાવો કરી દીધો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી અને 29 સપ્ટેમ્બર 2016ના રોજ તેમણે કાઠિયાવાડી કિંગ્સની યુટ્યુબ ચેનલ પર વીડિયો અપલોડ કર્યો હોવાનું કહેવામાં આવ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલના “ચાર ચાર બંગડીવાળી ગાડી” ગીતમાં પણ ચાર બંગળી વાળી ગાડી લઇ દઉં જ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ સાથે ઓરીજીનલને ઔડી ગાડીમાં ગીતને ફિલ્મમાવામાં આવ્યું છે તો ગીતની શરુઆત ગાડીમાં ગુજરાતી ફોક સંગીતથી થાય છે. આ સાથે ઓરિજનલ ગીતમાં થોડા સમય પછી ગાડીમાં અચાનક બ્રેક લાગે છે. વિગતો મુજબ ઓરીજીનલ ગીત રૂઠેલી ગર્લ ફ્રેન્ડને મનવવા બનાવવામાં આવ્યું છે અને આ ગીત ગર્લ ફ્રેન્ડને મનાવવામાં 40 વિધા જમીન લઇ દેવાની વાત છે. આ સાથે ઓરીજીનલમાં ગર્લ ફેન્ડ છેલ્લે માની જાય છે છે ઓરીજિનલમાં ગીત ઓસ્ટ્રલિયાના રોડ પર ફિલ્માવાયું છે. ઓરિજિનલમાં પંરપરાગત સંગીતનો ઉપયોગ થયો છે તો ગીતના શબ્દો મૌલીક અને પરંપરાગત છે. આ સાથે ઓરીજીનલમાં ઓસ્ટ્રલિયામાં પરપરાગત ગુજરાતી કલ્ચર પણ આવે છે. કોપીમાં ઓરીજીનલ ગીતના સરખા જ સંગીતનો ઉપયોગ થયો છે. ગીતના શબ્દો મોટા ભાગના સરખા છે, પ્રાસ બદલીને સરખા જ મુકવામાં આવ્યા છે. કોપી ગીતમાં પરંપરાગત લગ્ન જેવો માહોલ બતાવાયો છે. કિંજલ દવેએ કોર્ટમાં માફી પણ માંગી હતી. જોકે કોર્ટે કિંજલની માફી ન સ્વીકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

error: