જુના ડેપો ની સામે HDFC એટી તોડયા
બે એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ
અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી
અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર એસટી ડેપો સામે એચડીએફસી બેન્કના એટીએમ સેન્ટરમાં અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી એટીએમને તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.
અંકલેશ્વર શહેર અને તાલુકા ચોરીની ઘટના અટકવાનું નામ નથી લેતી તેવામાં તસ્કરોએ પોલીસ પેટ્રોલીંગની હવા કાઢી નાખી છે.તસ્કરોએ અંકલેશ્વર શહેરના સ્ટેશન રોડ ઉપર એસટી ડેપો સામે એચડીએફસી બેન્કના એટીએમ સેન્ટરને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ એટીએમ સેન્ટરમાં પ્રવેશ કરી એટીએમને પથ્થર અને સળિયા વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો જો કે એટીએમ મશીન નહીં તૂટતાં તસ્કરો વિલા મોઢે પરત ફર્યા હતા અને ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ એટીએમ સેન્ટરથી 100 મીટર દૂર જ શહેર એ ડિવિઝનની પોલીસ ચોકી આવેલ છે.ત્યારે ભરચક વિસ્તારમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરી તસ્કરોએ તોડી પોલીસને પડકાર ફેંક્યો છે.અને પોલીસના સઘન પેટ્રોલીંગની વાતોને ઢોળીને પી ગયા છે.