યુવકે એક્ટિવામાં લગાવેલ વ્હીલ લોક તોડ્યું
કાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનો
લોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે એક્ટિવામાં લગાવેલ વ્હીલ લોક તોડી સરકારી પ્રોપર્ટીને નુકશાન સાથે કાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનો દાખલ કર્યો છે
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી રેલ્વે સ્ટેશન પાસે એક એક્ટિવા ટ્રાફિકને અડચણરૂપ રસ્તા પર પડી હતી જેને જોતાં આગળ પાછળ નંબર પ્લેટ પણ ન હતી.જેને લઈ આગળના ટાયર પર પોલીસે લોક કરી દીધું હતું. જે બાદ એક્ટિવ ચાલક લોક તોડીને એક્ટિવા લઈને નાસી છૂટ્યો હોવાનો વાયરલ વિડીયો પોલીસ સમક્ષ આવ્યો હતો.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે યુવાનને એક્ટિવા સાથે શોધી કાઢી ઝડપી લીધો છે. જોકે પોલીસ સ્ટેશનમાં આવતા જ ગાર્ડન સિટીમાં રહેતા સુજીતસિંઘ રણબહાદુર રાઠોડની હવા નીકળી ગઈ હતી.બે હાથ જોડી સાહેબ મારી ભૂલ થઈ ગઇ હોવાના ડોળ સાથે યુવાને પોલીસ સમક્ષ અજીજી કરી હતી. પોતાને ઇમરજન્સી હોય અને તે લોક તોડી એક્ટિવા લઈ જતો રહ્યો હોવાની કેફિયત તેને રડમસ થઈ પોલીસને વ્યક્ત કરી હતી.અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી સુજીતસિંઘ સામે સરકારી પ્રોપર્ટીને નુકશાન સાથે કાયદો વ્યવસ્થા તોડવા બદલ ગુનો દાખલ કર્યો છે