Satya Tv News

પંચમહાલના કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે આ વખતે વીરપુરના જલારામ બાપા અને શિરડીના સાંઈ બાબા વિશે વિવાદ થાય તેવું બોલ્યાં છે. એક કાર્યક્રમમાં મંચ પરથી બોલતાં ફતેસિંહ ચૌહાણે કહ્યું કે જલારામ બાપા તો સંત હતા પરંતુ લોકોએ તેમને ભગવાન બનાવી દીધાં. આટલેથી ન અટકતાં તેમણે શિરડીના સાંઈબાબા વિશે પણ વાંધાજનક ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે સાંઈબાબા મુસ્લિમ છે. વિવાદ થતાં ફતેસિંહ ચૌહાણે પલટી મારી હતી અને આ મુદ્દે માફી માગતાં કહ્યું કે કોઈપણ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું, પરંતુ વાયરલ થયેલા વીડિઓ સાથે છેડછાડ કરાઈ છે અને વીડિયો અડધો જ મૂકવામાં આવ્યો છે જો પૂરો વીડિઓ જોવામાં આવે તો સમગ્ર વાતનો ખ્યાલ આવે તેવુ ફતેસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ, હું ચુસ્ત સનાતની છું અને કોઈ પણ સમાજ માટે હું ખોટું બોલી ન શકું.

ચૌહાણ અગાઉ પણ વિવાદીત નિવેદન કરી ચૂક્યાં છે. તેમણે કહ્યું હતું કે સ્વામિનારાયણ સંસ્થા પૈસા ભેગા કરવાની સંસ્થા છે, જ્ઞાનનો અખાડો નથી ત્યારે પણ આ મુદ્દે વિવાદ થયો હતો. ફતેસિંહ ચૌહાણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રઘુવંશી સમાજમાં રોષની લાગણી ફેલાઈ હતી. જોકે ફતેસિંહ ચૌહાણે તરત માફી પણ માગી લીધી હતી.

error: