કેન્દ્રીય મંત્રી એક મીડિયા ગ્રુપ દ્વારા સાંસદોને તેમના યોગદાન માટે પુરસ્કાર આપવા માટે આયોજીક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે “અમારી બહેસ અને ચર્ચાઓમાં મતભેદ અમારી સમસ્યા નથી. અમારી સમસ્યા વિચારોની કમી છે.”ગડકરીએ કહ્યું કે એવા પણ ઘણા નેતા છે જે પોતાની વિચારધારા પર દ્રઢ છે પરંતુ તેમની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ગડકરીએ નામ લીધા વગર જણાવ્યું, “હું હંમેશા મજાકમાં કહું છું કે ગમેતે પાર્ટીની સરકાર હોય એક વાત નક્કી છે કે જે સારૂ કામ કરે છે તેમને ક્યારેય સન્માન નથી મળતુ અને જે ખરાબ કામ કરે છે તેમને ક્યારેય સજા નથી મળતી.”
ગડકરીએ કહ્યું કે ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શબ્દોમાં ભારત લોકતંત્રની જનની છે. તેની વિશેષતાના કારણે આપણા લોકતાંત્રિક શાસન પ્રણાલી વિશ્વ માટે આદર્શ છે. તેમણે કહ્યું કે રાજનેતા આવતા જતા રહે છે પરંતુ તેમણે પોતાના ક્ષેત્રના લોકો માટે જે કામ કર્યું છે તે છેલ્લે મહત્વપૂર્ણ છે અને તે સન્માન અપાવે છે.