ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપની કામદારને ઇજા
નથી કરવામાં આવી કોઈ પોલીસ ફરિયાદ
કંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં ઇજા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળેથી નીચે પટકાતાં કામદારને ગંભીર ઇજાઓ પહોંચી હતી
અંકલેશ્વર ખાતે રહેતા ભૂપત મનુંભાઇ ચૌહાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઇન્ડસ્ટ્રીયલ સોલ્વન્ટ કંપનીમાં પહેલા માળે કામગીરી કરી રહ્યો હતો તે દરમિયાન તે નીચે પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ઇજાઓને પગલે ઇજાગ્રસ્ત કામદારને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.