રાજકોટમાં ચોકલેટ ખાતા પહેલા સાવધાન. રામનાથપરા વિસ્તારમાંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. શ્રીલક્ષ્મી સ્ટોર નામની દુકાનમાં મહાપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની 1250 કિલો શંકાસ્પદ ચોકલેટનો જથ્થો મળી આવ્યો હતો. મહાનગરપાલિકાએ વેપારીને નોટિસ ફટકારી છે. મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો જપ્ત કરી તપાસ અર્થે સેમ્પલ પરીક્ષણમાં મોકલ્યા છે. હાલ તો મનપાની ટીમે આ ચોકલેટનો જથ્થો ક્યાંથી આવ્યો, કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. એક્સપાયરી ડેટ વાળી અને ડેટ વગરની ચોકલેટ વેચવામાં આવતી હતી. નોનવેજ સિમ્બોલ વાળી ચોકલેટ પકડાઇ છે. ચાઇનાથી આ ચોકલેટ આવતી હતી.