Skip to main content

Satya Tv News

ભારતીય વિદ્યાર્થીઓના તેમના દેશમાં આવવા પર લગામ લગાવી રહ્યા છે. વિદેશમાં ભણવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ ખરાબ સમાચાર છે. કોવિડકાળ બાદ ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેને મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા. 2021 અને 2022માં આ ત્રણેય દેશોમાં રેકોર્ડ સંખ્યામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવ્યા હતા. ભારતીયો માટે તો સુવર્ણ તક હતી કારણ કે આ ત્રણેય દેશોમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ ભારતના હતા. પરંતુ હવે ભારતીય વિદ્યાર્થીઓનો કાઠો સમય શરૂ થવા જઈ રહ્યો છે. કારણ કે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટેન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડી રહ્યા છે

કોવિડને કારણે બધાજ દેશો આર્થિક રીતે સંકટમાં હતા, અને તેમાંથી બહાર આવવા ઈચ્છતા હતા. જ્યારે લોકડાઉન ખુલ્યુ ત્યારે કામ કરનારા લોકોની અછત વર્તાઈ રહી હતી. એટલે આ ત્રણેય દેશોની સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા. પરિણામે વિદ્યાર્થીઓ પોતાના પૈસા યુનિવર્સિટીને આપીને વિદેશ આવ્યા અને સાથે સાથે આ ત્રણેય દેશોને સસ્તા લેબરનો પણ લાભ મળ્યો, જેને કારણે તેમની અર્થવ્યવસ્થા પાછી પાટે ચડી.

હવે ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટનની સરકાર પોતાને ત્યાં આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા પર ધ્યાન આપી રહી છે. ઓસ્ટ્રેલિયાની સરકાર તો પહેલા જ જાહેરાત કરી ચૂકી છે કે હવે માત્ર એવા જ વિદ્યાર્થીઓને વિઝા મળશે, જે ખરેખર ભણવા માટે આવી રહ્યા છે. સરકારે સ્ટુડન્ટ વિઝાના નિયમો વધુ કડક કર્યા છે. પહેલા ભણવાનું પતાવીને ત્રણ વર્ષના વર્ક વિઝા મળતા હતા, જે ઘટાડીને હવે 1-2 વર્ષના કરી દેવાયા છે. સાથે જ ચાલુ અભ્યાસે કોર્સ બદલવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. કેનેડાએ પણ જાહેરાત કરી છે કે ગત વર્ષ કરતા આ વર્ષે ઓછા વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવશે.

સાથે જ પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ મળતી વર્ક પરમિટ પણ બંધ કરી દેવામાં આવશે. કેનેડાના ઈમિગ્રેશન મંત્રાલયે આપેલા સત્તાવાર નિવેદન પ્રમાણે 2024માં માત્ર 3,60,000 સ્ટુડન્ટ વિઝા જ આપવામાં આવશે. 2023ની સરખામણીએ આ સંખ્યા 35 ટકા ઓછી છે. બ્રિટને તો આ પરિવર્તન 2022માં જ શરૂ કરી દીધા હતા. જેને કારણે જૂન 2022થી જૂન 2023ની વચ્ચે બ્રિટનમાં વિદેશીઓની સંખ્યા સાડ સાત લાખથી ઘટીને 6,72,000 થઈ ચૂકી છે. તો મે 2023માં બ્રિટનની સરકારે પોસ્ટ ગ્રેજ્યુએશન સિવાયના કોર્સમાં વિદ્યાર્થીઓને આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો. કેનેડાના ઈમિગ્રેશ મંત્રી મિલરનું કહેવું છે કે,’ઓછા જન્મદર છતાંય વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધવાથી વસ્તી વધી છે. જેને કારણે ઘર, સ્વાસ્થ્ય જેવી પાયાની જરૂરિતાયો પર અસર પડી રહી છે. જો દેશમાં વસતી ઓછી થશે તો ઘરના ભાડામાં પણ ઘટાડો થશે.’

error: