ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં લાગી આગ
આગ લાગતા વાહન ચાલકોમાં નાશ ભાગ
સબનમેં કોઈ જાનહાની નહીં
https://www.instagram.com/reel/C4FuuH_ATvq/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
અંકલેશ્વરથી સુરત હાઇવે પર નવા બોરસદ પાસે ઘાસ ભરેલ આઇસર ટેમ્પોમાં આગ લાગતા વાહન ચાલકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી.
અંકલેશ્વર-સુરતને જોડતા હાઇવે ઉપરથી એક આઇસર ટેમ્પોનો ચાલક પશુઓ સૂકો ઘાસનો જથ્થો ભરી પસાર થઈ રહયો હતો તે દરમિયાન નવા બોરસદ પાસે અચાનક ટેમ્પોમાં આગ ભભૂકી ઉઠી હતી.આગને પગલે ચાલકે સમય સુચકતા વાપરી વાહન હાઈવે ઉપર જ થંભાવી દીધું હતું.અને આગ અંગે ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.બર્નિંગ ટેમ્પોને પગલે હાઇવે ઉપર ટ્રાફિકજામ સર્જાયો હતો જેને પગલે પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.જો કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.