લોકસભાની ચૂંટણીઓને લઇને રાજ્યમાં પ્રચારના શ્રીગણેશ થઇ ગયા છે. ત્યારે ભરૂચ બેઠક પર વસાવા V/S વસાવાની જંગ શરૂ થઇ ગઇ હોય એવું લાગી રહ્યું છે. થોડા સમય અગાઉ ચૈતર વસાવાના એક નિવેદનનો જવાબ આપતાં મનસુખ વસાવએ કહ્યું હતું કે, ‘ચૈતર મૂર્ખ છે, નવો નિશાળિયો છે.’ તો આજે ચૈતર વસાવાએ મનસુખ વસાવાનું નામ લીધા વગર જણાવ્યું છે કે, ‘હવે દાદાને રિટાયર્ડ કરવાના છે, એમની તબિયત નાદુરસ્ત છે’
ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરુચ બેઠકના આમ આદમી પાર્ટીના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા ભરૂચ જિલ્લામાં સ્વાભિમાન યાત્રા કરી રહ્યા છે. આજે યાત્રાના 14મા દિવસે આમોદમાં યોજાયેલી સભામાં ચૈતર વસાવાએ મનસુખ વસવાનું નામ લીધા વગર એમને ટાંકીને નિવેદન આપ્યું હતું. ચૈતર વસાવાએ જણાવ્યું કે, દાદાને આ વખતે આરામ આપીએ, તેઓ સિનિયર થઈ ગયા છે એમને નિવૃત્તિ આપવી જોઈએ, આમેય દાદાની તબિયત પણ નાદુરસ્ત હોય છે.