કાર ચાલકે બે બાઇકને અડફેટે લીધી
એક યુવાનનું મોત જ્યારે 3 ઇજા ગ્રસ્ત
ધંતુરીયા ગામના પાટિયા નજીક બનાવ
અંકલેશ્વર-હાંસોટ રોડ પર ધંતુરીયા ગામના પાટિયા નજીક એક કાર ચાલકે આગળ ચાલતી બે બાઇકને અડફેટે લેતા એક યુવાનનું મોત જ્યારે 3 વ્યક્તિને ઇજાઓ પોહચી હતી.
સુરત રહેતા અને વિક્રમભાઈ મકવાણા જંબુસરના આસરમા ગામે ભાઈ-ભાણેજના લગ્નમાં આવ્યા હતા. શુક્રવારે બપોરે તેઓ પોતાની બાઇક નંબર GJ 5 SU 8276 પર પત્ની અને બે બાળકો સાથે સુરત પરત ફરી રહ્યા હતા. ધનતુરિયા ગામના પાટિયાથી આગળ હાંસોટ તરફથી આવતા સુરતના કાર ચાલકે પાછળથી અથાડી બાઇક નંબર GJ 16 CR 5549 ને ફંગોળી દીધો હતો. જેનું રસ્તા પર પટકાતા જ માથા અને શરીરે ગંભીર ઇજા થતાં મોત થયું હતું.મૃતકની બાઇક આગળ ચાલતી વિક્રમભાઈમાં ઘુસી જતા તેઓની પત્ની ગીતાબેન, પુત્ર ચિરાગ અને રુદ્ર પડી જતા ઇજાઓ પોહચી હતી. જ્યારે તેઓનું બાઇક ગટરમાં ઉતરી ગયું હતું.અકસ્માતને લઈ વાહન ચાલકો અને સ્થાનિકો દોડી આવી ઈજાગ્રસ્તોને હાંસોટ કાકા બા હોસ્પિટલમાં ખસેડાયા હતા. મૃતક 30 વર્ષીય કલમ ગામનો મહેન્દ્ર વસાવા હોવાનું ખુલ્યું હતું. અંકલેશ્વર તાલુકા પોલીસે હિટ એન્ડ રનનો કેસ નોંધી અકસ્માત સર્જક ફરાર કાર ચાલક GJ 5 JB 5549 ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.