અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓ પાસે હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બનાવ અંકલેશ્વર GIDC માં આવેલી લાયન્સ હતો. જે મામલે આજે વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે શાળામાં પહોંચ્યું હતું.
શાળાએ બોર્ડના સુપરવાઈઝરની સૂચનાથી પગલું લેવાયું હોવાનું જણાવી ઉપલી કક્ષાએ રજુઆત કરવા જણાવ્યું હતું. વાલીઓ જણાવી રહ્યા છે. આ પગલાંથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી.અને તેઓનું મનોબર તૂટવા પામ્યું હતું. બાળકો રડતા રડતા ઘરે આવ્યા હતા.
આ મામલે નાવેદ મલેક સહિતના વાલીઓ ભારે ઉહાપોહ મચ્યો હતો. અને બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું છે અને આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે સાથે તપાસ માંગવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું
શાળાનો આ નિર્ણય નથી. બોર્ડના અધિકારીઓની સૂચનાનું પાલન કરાયું છે. શાળામાં રજુઆત કરવાનો અર્થ રહેતો નથી. શાળા ટ્રસ્ટીગણ વતી ટ્રસ્ટી દિપક રૂપારેલનાઓએ નિવેદન આપ્યું હતું