અમરાવતી બ્રિજને બંધ કરતા કોંગ્રેસીઓએ લીધી મુલાકાત
કોંગ્રેસીઓએ મુલાકાત લઈ ભ્રષ્ટચારના આક્ષેપ કર્યા
છેલ્લા 6 મહિના જ બંધ છે બ્રિજ
અંકલેશ્વર-રાજપીપળાને જોડતા માર્ગ ઉપર 6 મહિનામાં જ દઢાલ પાસેના અમરાવતી બ્રિજને બંધ કરવામાં આવતા કોંગ્રેસીઓએ મુલાકાત લઈ ભ્રષ્ટચારના આક્ષેપ કર્યા હતા
અંકલેશ્વર-ઝઘડીયા અને રાજપીપળાને જોડતા હાઇવે ઉપર દઢાલ ગામ પાસે અમરાવતી ખાડી ઉપર તાજેતરમાં પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે પુલ શરૂ થયાને 6 મહિના જ બંધ કરી દેવામાં આવતા આજરોજ કોંગ્રેસના આગેવાન સંદીપ માંગરોલા,કાલુ ચૌહાણ સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.અને માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે ચર્ચા કરી બ્રિજ કેમ બંધ કરવાની ફરજ પડી તેવા સવાલો પૂછતા અધિકારીઓએ આ બ્રિજ બંધ નથી કર્યો અને તેનું કોઈ જાહેરનામું પણ બહાર પડ્યું નથી તેવું કોંગ્રેસીને જણાવ્યુ હોવાના આક્ષેપ કર્યા હતા આ તરફ કોંગ્રેસીએ બ્રિજની કામગીરીમાં મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા હતા.તો આજ માર્ગ ઉપર ઉછાલી ગામના બ્રિજની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હેરિટેજ રોડ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના પણ આક્ષેપ કર્યા હતા