Satya Tv News

આ વખતે દેશમાં સોમવાર 25 માર્ચ 2024ના રોજ હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હોળીના દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં બેંકો બંધ રહેશે. આ સાથે ચોથા શનિવારને કારણે 23 માર્ચ અને 24 માર્ચ, રવિવારના રોજ બેંકોમાં કામકાજ નહીં થાય.

એટલે કે આ મહિને 23 થી 25 માર્ચ સુધી સતત 3 દિવસ બેંકો બંધ રહેશે. આ સિવાય માર્ચના છેલ્લા 10 દિવસોમાં એટલે કે 22 થી 31 માર્ચ સુધી 8 દિવસ અલગ-અલગ જગ્યાએ બેંકોનું કામકાજ રહેશે નહીં.

બેંકની રજાઓ હોવા છતાં તમે ઓનલાઈન બેંકિંગ અને ATM દ્વારા પૈસાની લેવડદેવડ અથવા અન્ય કામ કરી શકો છો. બેંક રજાઓની આ સુવિધાઓ પર કોઈ અસર પડશે નહીં.

હોળીના કારણે શેરબજારમાં સતત 3 દિવસ સુધી કોઈ કારોબાર નહીં થાય. આ બેંકો 23મી માર્ચ અને 24મી માર્ચે રવિવારના કારણે શનિવારના રોજ બંધ રહેશે. 25મી માર્ચે હોળીના દિવસે કોઈ કામકાજ થશે નહીં. ગુડ ફ્રાઈડે, 29 માર્ચના રોજ પણ બજાર બંધ રહેશે.

error: