Satya Tv News

રૃપિયા આપી લગ્ન કર્યા બાદ યુવતી પરત ન આવતા રૃપિયા પરત ન આપતાં ગુનાને અંજામ આપ્યો.. ભરૂચ ની જુનીવાડી વિસ્તારમાં બે દિવસ પૂર્વે પેટ્રોલથી એક વ્યક્તિને જીવતો સળગાવી હત્યા ના પ્રયાસના ચકચારી ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી ભરૂચ ક્રાઇમ બ્રાંચ તથા ભરૂચ “બી” ડીવીઝન પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.બે દિવસ પૂર્વે ભરૂચની જુનીવાડી વસંતમીલની ચાલમાં રહેતો કીશન વસાવા ઘરે સુતો હતો તે વખતે અજાણ્યો માણસ ઘરના પાછળના ભાગેથી ધસી આવી મારી નાંખવાના ઇરાદે શરીર ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી ભાગી ગયેલ.આ બનાવ સંદર્ભે ભરૂચ શહેર “બી”ડીવીઝન પોલીસ સ્ટેશન હત્યાની કોશિશની સંલગ્ન કલમ હેઠળ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ.આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને ગુનો શોધી કાઢવા પોત-પોતાની ટીમો સાથે તાત્કાલિક ગુનાવાળી જગ્યાની વિઝીટ કરી, માહીતી મેળવી ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી. C.C.T.V ફુટેઝ અને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી આરોપીનું પગેરૂ મેળવવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.આ દરમ્યાન એલ.સી.બી. તથા બી ડીવીઝન પોલીસને સયુંકત રીતે હકીકત મળેલ કે “જુનીવાડી વસંતમીલની ચાલમાં કીશનને પેટ્રોલ છાંટી જીવતો સળગાવનાર આરોપી ભરૂચ નેશનલ હાઇવે ઉપર છે. જેના આધારે તાત્કાલિક ટીમો રવાના કરી આરોપી દીલીપ રમેશભાઇ ઉર્ફે રામજીભાઇ સોલંકી રહેવાસી રાજપાર્ક ગુલાબનગર ,જામનગર ને ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી.તેમજ પોતે લગ્ન માટે છોકરી જોવા અગાઉ ભરૂચ આવેલ ત્યારે આ મકાન જોયેલું હતું ત્યારબાદ રૂપિયા આપી લગ્ન કરેલ, પરંતુ આરોપીની પત્ની તેને છોડીને જતી રહેલ હતી. જે બાદ આરોપીએ રૂપિયા પરત માંગતા છોકરીવાળા રૂપિયા પરત આપતા ન હતા જેથી છોકરી પક્ષવાળાને મારી નાખવાનું મન બનાવી પૂરતી તૈયારી સાથે આવી દરવાજો ખોલનાર કિશન ઉપર પેટ્રોલ છાંટી સળગાવી દઇ આ ગુનાને અંજામ આપ્યો હતો.ડી .વાય એસ.પી સી.કે પટેલે આ અંગે માહિત આપતા જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે…

error: