Satya Tv News

અંકલેશ્વરમાં GEBની ગેરરીતિ આવી સામે

બિલ ભર્યું હોવા છત્તા કાપી નાખ્યું કનેક્શન

શાલીમાર એપાર્ટમેન્ટમાં બન્યો કિસ્સો

GEB લાપરવાહીને પગલે મહિલાને પડી હાલાકી

અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં મહિલાએ વીજ બિલ ભર્યું હોવા છતાં વીજ કંપની દ્વારા કનેક્શન કાપી નાખી ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે તેવો કિસ્સો સામે આવ્યો છે.

અંકલેશ્વર શાલીમાર એપાર્ટમેન્ટમાં રહેતી રેખાબેનએ વીજ કંપનીનું વીજ બિલ ભર્યું હતું.જે બાદ પણ બાકી બિલના નામે વીજ કંપનીના અધિકારીઓએ વીજ કનેક્શન કાપી નાખ્યું હતું.જેને પગલે મહિલા રાતે પોતાની ઘરે આવતા સ્વિચ ઓન કરવા છતાં લાઇટ નહિ સળગતા તેઓ તાત્કાલિક વીજ કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર જી.ઇ.બી.ના ડ્રાઇવરને પોતાનું વીજ બિલ ભર્યું હોવા છતાં કનેક્શન આપ્યું હોવાનું કહેતા જ નશાની હાલતમાં ચિક્કાર બનેલ ચાલકે ગેરવર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.ત્યારે વીજ કંપનીના અધિકારીઓની લાપરવાહીને પગલે મહિલાએ અંધારામાં રાત વિતાવવાનો વારો આવ્યો હતો.

error: