Skip to main content

Satya Tv News

દેશી બનાવટના તમંચા અને કારતૂસ પકડાય
સુરેશ મંડલ આરોપીની ધરપકડ
કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની મારુતિધામ-2 સોસાયટીમાંથી દેશી બનાવટના તમંચા અને કારતૂસ સાથે ઇસમને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની મારુતિધામ-2 સોસાયટીમાં ભાડેથી રહેતો મૂળ બિહારનો ગૌરવકુમાર સુરેશ મંડલ પોતાના મકાનના અભરાઈના ભાગે ગમછામાં દેશી બનાવટનો તમંચા અને કારતૂસ સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી એક તમંચા અને એક કારતૂસ તેમજ ફોન મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને ગૌરવકુમાર સુરેશ મંડલ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી હથિયાર ક્યાંથી લાવ્યો હોવા સાથે કોઈ ઘટનાને અંજામ આપવાનો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે.

error: