Satya Tv News

સુરત DCB પોલીસની કાર્યવાહી,NDPSનો આરોપી ભાવનગરથી ઝડપી પાડયો

સાત મહિનાથી વોન્ટેડ હતો આરોપી,સરથાણા પોલીસે નોંધ્યો હતો ગુનો

સુરતના સરથાણા પોલીસ મથકના NDPS ગુનાનો વોન્ટેડ આરોપી નિતિન સુલતાન માંગુકીયાની ભાવનગરથી DCB પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

YouTube player

સુરત DCB પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે. તે દરમિયાન છેલ્લા સાત મહિના પેહલા સરથાણા પોલીસે સરથાણા શ્યામ ધામ મંદિર પાસે કેતન જાપાન ઘેલાણી પાસેથી 50 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ મળી આવ્યો હતો. જેની કિંમત રૂપિયા 5 લાખ હતી. આ ગુનામાં કેતનની પૂછપરછમાં આ ડ્રગ્સ આરોપી નિતિન સુલતાન માંગુકીયાએ આપ્યો હોવાની વિગતો સામે આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

જે બાદ સુરત DCB બાતમી મળી હતી કે સુરતના સરથાણા પોલીસ મથકના NDPS ગુનાનો વોન્ટેડ આરોપી ભાવનગરમાં ફરી રહ્યો છે. જેથી બાતમીવારા સ્થળે સુરત DCB પહોંચી વોન્ટેડ આરોપી નિતિન સુલતાન માંગુકીયાની ધરપકડ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: