Satya Tv News

પ્રફુલ્લ ઓવરસીસ કંપનીનો મામલો
250થી વધુ કામદારોને કારણ વિના છુટા
કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો

પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં 250થી વધુ કામદારોને કારણ વિના છુટાના આક્ષેપ સાથે કામદારોએ કંપની ખાતે હોબાળો મચાવ્યો હતો.

છેલ્લા ઘણા સમયથી પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ પ્રફુલ્લ ઓવરસીસ કંપનીમાં સમગ્ર પ્લાન્ટમાં 250થી 300 કામદારો કામ કરે છે.જેઓને કંપનીના સત્તાધીશોએ અચાનક આજરોજ છૂટા કરી દેતા તેઓએ હોબાળો મચાવી 3 મહિનાનો પગાર અને અન્ય ભથ્થા આપવાની માંગ સાથે ધરણા ઉપર ઉતાર્યા હતા.કામદારોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે છેલ્લા ગત મહિનાનો પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતા કામદારોને અગવડ પડે છે જે અંગે અનેકવાર રજૂઆત કરી છે.હાલમાં પણ રજૂઆત કરતાં કંપનીના સત્તાધીશોએ અચાનક આજરોજ છૂટા કરી દીધા હોવાના આક્ષેપ કર્યા હતા.ત્યારે પોતાનું જ વિચારતા કંપનીના સત્તાધીશો કામદારોનું પણ વિચારી યોગ્ય પગલાં ભરે તેવી માંગ કરી હતી.

error: