બી.એસ.એફમાંથી થયા નિવૃત
નિવૃત થઈ વતન પરત ફર્યા
25 વર્ષે બજાવી ફરજ
રેલ્વે સ્ટેશન ખાતે ભવ્ય સ્વાગત
અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામના જયંતિભાઈ આહીર બી.એસ.એફમાંથી નિવૃત થઈ વતન પરત ફરતા રેલ્વે સ્ટેશન ખાતે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું
અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામમાં રહેતા જયંતિભાઈ ડાહ્યાભાઇ આહીરએ વર્ષ-1999માં આર્મી જોઇન કરી હતી જેઓ 25 વર્ષે નિવૃત થતાં આજરોજ વતન પરત ફરતા અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ખાતે પાલિકાના કારોબારી ચેરમેન નિલેષ પટેલ અને પરિવારજનો સહિત ગ્રામજનોએ તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું.જે બાદ તેઓ ખુલ્લી જીપમાં સવાર થઈ પોતાના વતન જવા રવાના થયા હતા.