મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને કરી ચોરી
બે ગઠિયા 1.50 લાખના મુદ્દામાલ લઈ ફરાર
બે ગઠિયા વિરુધ્ધ પોલીસ મથકે થઈ ફરિયાદ
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ માં રેસિડેન્સીમાં મહિલાને સોનાનું મંગળસૂત્ર ચમકાવી આપવાના બહાને બે ગઠિયા 1.50 લાખના મુદ્દામાલ લઈ ફરાર થઈ ગયા હતા.
અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ માં રેસિડેન્સીમાં રહેતા વૈશાલીબેન રાકેશ પ્રજાપતિ ગરોજ પોતાના ઘરે હતા તે દરમ્યાન સોસાયટીમાં બે ઇસમો ઉજાલા પાઉડર વેચાણ માટે આવ્યા હતા જે બંને ઇસમોએ મહિલાને પ્રથમ તાંબાનો લોટો અને ચાંદીના પાયલ પાઉડર વડે ધોઈ આપ્યા હતા અને વિશ્વાસ કેળવી તેઓને ભોળવી થોડો પાઉડર આપેલ હતો સાથે અન્ય પાઉડરનું પડીકું બતાવી સોનાના ઘરેણાં ચમકવા લાગશે તેમ કહી વાડકીમાં થોડો પાઉડર આપી લિક્વિડ બનાવી આપ્યું હતું જે બાદ બંને ગઠિયાઓએ મહિલાને હળદર અને ડબ્બો માંગી તેમાં સોનાની વસ્તુ માંગતા મહિલાએ 1.50 લાખનું સોનાનું મંગળસૂત્ર આપ્યું હતી તે વેળા બંને ઇસમોએ હળદર અને પાઉડર નાખી બંધ કરી તેને ગરમ કરી પાંચ મિનિટ પછી ઉઘાડવાનું કહી જતાં રહયા હતા મહિલાએ જેવો પાંચ મિનિટ પછી ડબ્બો ખોલતા તેમાં રહેલ સોનાનું મંગળસૂત્ર ગાયબ જણાયું હતું.જેથી તેઓ છેતરાયા હોવાનું માલૂમ પડતાં તેઓએ બંને ગઠિયા વિરુધ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.