સુરતથી કાર નંબર-જી.જે.05.આર.એફ.4907 લઈ એક પરિવાર વડોદરા તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર-48 ઉપર આઝાદ રોલિંગ શટલ ની પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આઝાદ રોલિંગ શટર પાસે પુરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર નંબર-જી.જે.05.બી.ટી.8746ના ચાલકે કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારને નુકશાન થયું હતું જો કે આ અકસ્માતમાં કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો.